મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મહિલાની છેડતી કરીને દંપતી અને તેના બે સંતાનોને માર માર્યો


SHARE







મોરબીના મકનસર ગામે મહિલાની છેડતી કરીને દંપતી અને તેના બે સંતાનોને માર માર્યો

મોરબી નજીકના મકનસર ગામે રહેતી મહિલાની શાબ્દિક અપમાનિત ટિપ્પણી કરીને નિર્લજ હુમલો કરીને છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ તારા ઘરમાં મા બેન દીકરી નથી તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સ લાકડીના ધોકા સાથે તે મહિલાના ઘરે આવ્યો હતો અને ત્યારે મહિલા તેના પતિ અને બે સંતાનોને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના મકનસર ગામે રહેતા પરિવારની મહિલાને શાબ્દિક અપમાનિત ટીપ્પણી કરવામાં આવી હતી અને નિર્લજ હુમલો કરી છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ છેડતી કરનાર શખ્સને તારે મા, બેન, દીકરી નથી તેવું કહ્યું હતું જેથી કરીને તે શખ્સ મહિલાના ઘર પાસે આવ્યો હતો અને ત્યારબાદ તે મહિલાને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેના પતિ અને બે સંતાનોને પણ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેરા નામનો અને બેરાની પત્ની ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે






Latest News