મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો


SHARE







મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો

હળવદના શિવપુરના વતની વિપુલકુમાર નરભેરામભાઈ ગામીએ વાહન પાર્ક કરેલ હતુ તેને ટકકર લાગતા નુકશાન થયેલ હતું જેથી રીલાયન્સ ઇન્સ્યુરન્સ કંપનીમાં વીમા અંગે તમામ કાગળો રજુ કરતાં વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો નામંજુર કરતા વિપુલભાઇ ગામીએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેઈસ દાખલ કરવામાં આવ્યું હતો અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકાના વ્યાજ તા.૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

હળવદના શિવપુરના રહીશ વિપુલફમાર નરભેરામાઇ ગામીનું વાહન પાર્ક કરેલ હોઇ તેને ઠોકર લાગતા વાહનને નુકશાન થયેલ તેણે રીલાયન્સ ઈન્સ્યુરન્સ વીમા કંપનીમાં તમામ કાગળો અને બીલો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ સામાન્ય કારણો બતાવી અને કહેલ કે પોલીસની શરતોમાં આવતુ ના હોય વીમા મળી શકે નહીં જેથી ગ્રાહક મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે જણાવેલ કે ગ્રાહક વીમાનું પ્રિમીયમ ભરેલ છે વીમાના હકદાર છે. વીમા કંપનીને ગ્રાહકે નિયત સમયમાં કાગળો રજુ કરેલ છે માટે વીમા કંપનીએ વિપુલભાઈને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકા ના વ્યાજ અને કેઇસ દાખલ તા. ૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે. તેવું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને મંત્રી રામ મહેતાએ જણાવ્યુ છે






Latest News