મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે:  મંત્રી રાઘવજીભાઈ પટેલ


SHARE







મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે:  મંત્રી રાઘવજીભાઈ પટેલ

સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે મોરબી ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો કૃષિ રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો.

આ તકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણના ક્ષેત્રે તેમજ ગ્રામીણ મહિલાના આર્થિક ઉત્થાન માટે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળોની શરૂઆત કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના સર્વાંગીક વિકાસ માટે દુરોગામી પગલા લીધા હતા જન્મદરમાં અસમતુલા ઉપર ધ્યાન દઈ તેમણે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ કન્યા કેળવણી અભિયાન શરૂ કરાવ્યું હતું જેના બાબતે સમાજમાં તેમણે જાગૃતતા ફેલાવી અને ગર્ભ નિરીક્ષણ અને ગર્ભપાત બાબતે પણ કડક કાયદા બનાવ્યા હતા આજે દેશ અને ગુજરાતમાં દિકરા-દિકરીના જન્મદરમાં જે અસમાનતા હતી એ મહદઅંશે દૂર થઈ ગઈ છે જેના યશના ભાગીદાર નરેન્દ્રભાઈ મોદી જ છે.

આ બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનો સીધું પ્રદર્શન અને વેચાણ થઈ શકે અને આ બહેનોને વધુ રોજગારી મળે તે માટે આવા મેળાઓનું આયોજન અવારનવાર કરવામાં આવે છે. સખી મંડળોની બહેનોની આ પ્રવૃત્તિને વેગ મળે તે માટે નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે જે અન્વયે ઠેર ઠેર આવા મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવારો દરમિયાન, ઉત્સવ દરમિયાન આવા મેળાઓ થકી બહેનો રોજગારી મેળવી પગભર બની રહી છે. ઉપરાંત આ બહેનોની પ્રોડક્ટસ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે પણ સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના આગેવાનો અને સખી મંડળની બહેનો સહિતના હાજર રહયા હતા






Latest News