મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વીમા કંપનીએ વીમો નામંજૂર કર્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો


SHARE







મોરબીમાં વીમા કંપનીએ વીમો નામંજૂર કર્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો

મોરબીમાં અકસ્માત બાદ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ગ્રાહકને ના પડી હતી જેથી કરીને ગ્રાહકે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મદદ લીધી હતી અને તેના મારફત વીમા કંપની સામે દાવો દાખલ કર્યો હતો જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને ૧.૨૫ લાખ અને ૧૦ હજાર ખર્ચના કેઇસ દાખલ તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ થી આઠ ટકાના વ્યાજ સાથે આપવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં રહેતા કુલદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલાનું વાહન રંગપર રોડ ઉપર કન્ટેનર સાથે અથડાયું હતી જેથી કરીને વાહનને નુકશાન થયેલ હતું અને કુલદિપસિંહ ઝાલાએ તાત્કાલીક વીમા કંપનીને જાણ કરેલ હતી અને તમામ કાગળો રજુ કરેલ હતા. તો પણ વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો આપવાની ના પાડેલ હતી. તેથી તેણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરેલ કોર્ટે વીમા કંપનીને જણાવેલ હતું કે, ગ્રાહકે વીમો ભરેલ છે અને સમય મર્યાદામાં તમામ કાગળો મહેતા કન્સલટીંગ દ્વારા રજુ કરેલ છે. વીમા કંપનીની સેવામાં ખામી છે વીમા કંપનીએ આપેલ કારણો ગ્રાહક અદાલતે માન્ય રાખેલ નહી અને કુલદીપસિંહ ઝાલાને ૧.૨૫ લાખ અને ૧૦ હજાર કેઇસ દાખલ તારીખથી વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. 






Latest News