મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર રોડ ઉપર સાયકલ સવારને ડમ્પર ચાલેકે હડફેટે લીધા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત


SHARE











મોરબીના રંગપર રોડ ઉપર સાયકલ સવારને ડમ્પર ચાલેકે હડફેટે લીધા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી સાયકલ લઈને કામ ઉપરથી પરત મોરબી બાજુ ઘર તરફ જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયા હતા અને ત્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને અકસ્માત સર્જીને ભાગી છુટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકાના ખરેડા ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે સીએનજી પેટ્રોલ પંપ પાછળ આવેલા ગણેશનગર વિસ્તારમાં રહેતા રમણીકભાઈ ઉજમશીભાઈ પરમાર નામના ૬૩ વર્ષના વૃદ્ધ મોરબીના બેલા ગામ પાસે કોઈ સિરામિક યુનીટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામકાજ કરતા હોય તેઓ નોકરી ઉપરથી પરત ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે તા.૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં તેઓને રંગપર ગામ પાસે આવેલ સોમનાથ પેટ્રોલ પંપ અને કેદારનાથ પેટ્રોલ પંપના વચ્ચેના ભાગે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે હડફટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત રમણીકભાઇ પરમારને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પુત્ર રવિભાઈ દ્વારા ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન તા.૧૨ ના રોજ રમણીકભાઈ ઉજમશીભાઈ પરમારનું મોત નિપજયુ હતું.હાલ આ બનાવ સંદર્ભે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને અકસ્માત સર્જીને બાદમાં ભાગી ગયેલા અજાણ્યા ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

કામ દરમિયાન શોર્ટ લાગતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ નજીક આવેલ અરૂણોદયનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ નરસીભાઈ અંબાસણીયા નામનો ૩૫ વર્ષનો યુવાન જેલ રોડ પાસે વાઘપરા વિસ્તારમાં ચામુંડા ઓટો ગેરેજ નામે ગેરેજ ચલાવે છે.તે ત્યાં કામ કરતો હતો તે દરમિયાનમાં મહેશભાઈને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હોવાથી તેને તાત્કાલિક અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવ સંદર્ભે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સાગર ચતુરભાઈ દારોદરા નામના ૨૨ વર્ષના યુવાનને તેના.રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો હાલ બનાવ અંગે બીટ વિસ્તારના જમાદાર હિતેશભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News