મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાજા રાજ્યસભાના સાંસદ બનતા મોરબી જિલ્લા ભાજપ-ક્ષત્રિય સમાજમાં હરખની હેલી


SHARE







વાંકાનેરના મહારાજા રાજ્યસભાના સાંસદ બનતા મોરબી જિલ્લા ભાજપ-ક્ષત્રિય સમાજમાં હરખની હેલી

ગુજરાતના રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા જે જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના યુવા આગેવાન અને વાંકાનેરના મહારાજાનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને ભાજપ પરિવાર અને ક્ષત્રિય સમાજમાં હરખની હેલી છે

મોરબી જિલ્લાના વાંકાનેર રાજવી મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું નામ ભાજપ દ્વારા ગુજરાતની રાજ્યસભાની ત્રણ પૈકીની બે બેઠકોના જે નામ જાહેર કરવાના બાકી હતા તેમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લા ભાજપ પરિવાર મોરબી રાજપૂત સમાજ સહિતના લોકોમાં હરખની લાગણી છે કારણ કે, અત્યાર સુધી મોરબી જિલ્લાને પાંચ ધારાસભ્યો અને ચાર સંસદ સભ્યોનો લાભ મળતો હતો જોકે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લામાંથી જ વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે આગામી સમયમાં પાંચ ધારાસભ્યો અને પાંચ સાંસદ સભ્યોનો લાભ મોરબી જિલ્લાને મળશે આટલું જ નહીં પરંતુ કેસરીદેવસિંહ ઝાલાના પિતા પણ અગાઉ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ વિભાગના મંત્રી હતા. જેથી કરીને તે પણ ભવિષ્યમાં કેન્દ્ર સરકારમાં સારામાં સારી કામગીરી કરશે તેવી પણ મોરબી જિલ્લા ભાજપને પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન જયુભા ઉદેસિંહ જાડેજાલાગણી વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યના ભાજપના નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે






Latest News