મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા


SHARE







ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીને ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને મૃતક યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વિસેરા લઈને ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં રહેતા પ્રેમજીભાઈ વશરામભાઈ વિજવાડીયા જાતે કોળીની ૧૭ વર્ષની દીકરી કાજલબેન તેના મોટા બહેન ઘુનડા (સ) ગામે રહેતા હોય ત્યાં ગઈ હતી અને દરમિયાન તેને ત્યાં કોઈ કારણોસર ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર ડોક્ટરે યુવતીને જોઈ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી જોકે યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવ્યા છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વૃદ્ધાનું મોત
મોરબીના સામાકાંઠે સોઓરડી મેઇન રોડે આવેલ પોસ્ટ ઓફિસની સામેના ભાગે રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા શર્મિલાબેન જમનાદાસ મોરી જાતે પટેલ નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને બીમારી સબબ બેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓને મૃત જાહેર કરાયા હતા અને બનાવ સંદર્ભે સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમા ઈજા
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા કાસમભાઇ યાકુબભાઈ કચ્છી નામના ૪૨ વર્ષના યુવાનને રેલ્વે પાટા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News