મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો


SHARE







વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા આધેડને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે બે શખ્સો દ્વારા માથામાં અને બંને હાથમાં માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતાને ખેતી કામ કરતા ગોરધનભાઇ નરશીભાઇ બાવરવા જાતે કોળી (૫૫)એ હાલમાં સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઇ બાવરવા રહે બંને અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની પાસે આવીને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્યારે સાગ બાવરવાએ લોખંડના પાઇપ પડે ગોરધનભાઈ બાવરવાને માથામાં અને બંને હાથે માર માર્યો હતો ત્યારે આરોપી જીવણ મેરામ બાવરવાએ તેને પકડી રાખ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ગોરધનભાઇ નરશીભાઇ બાવરવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવી ટીંબડી ગામે રહેતા સલીમભાઈ ઇસ્માઈલભાઈ ચૌહાણ નામના ૫૯ વર્ષના વૃદ્ધને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એલીકા સિરામીકની પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બાદમાં બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે રીક્ષા ભાડા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો દરમિયાનમાં સલીમભાઈને મારમારી તેઓનો મોબાઇલ પાડી દેવામાં આવ્યો હતો અને આ સંદર્ભે તેઓને ઈજા થઈ હોય સારવાર માટે લવાયા હતા.






Latest News