મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પરત આપી દીધેલ હાથ ઉછીના રૂપિયા બીજી વખત માંગીને બે સગા ભાઈનોને માર માર્યો


SHARE







મોરબીમાં પરત આપી દીધેલ હાથ ઉછીના રૂપિયા બીજી વખત માંગીને બે સગા ભાઈનોને માર માર્યો

મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા બે સગા ભાઈઓ બાઈક ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અગાઉ જે શખ્સ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા તે પરત આપી દીધા હોવા છતાં પણ તેની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ત્યારે યુવાનને લોખંડની ચાવી વડે માથામાં માર મારેલ હતો અને ભાઈને બચાવવા માટે વચ્ચે પડેલા યુવાનને આંખમાં લોખંડની ચાવી મારી હતી જેથી આંખની દ્રષ્ટિ ગુમાવી દે તેવી ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ટીંબડી ગામે શક્તિ પેકેજીંગની પાછળ રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ચેતનકુમાર ચંદુભાઈ પરમાર જાતે સલાટ (૨૬)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહમદઅખ્તરભાઈ ઉર્ફે રાજા મહમદહબીબભાઈ શેખ રહે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ મહેન્દ્રનગર ચોકડી મોરબી મૂળ રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ કરસનભાઈએ અગાઉ આરોપી પાસેથી હાથ ઊંચીના રૂપિયા લીધા હતા જે રૂપિયા પરત આપી દીધા છે તેમ છતાં પણ તે રૂપિયાની માંગણી કરીને અવારનવાર બોલાચાલી કરે છે દરમિયાન ફરિયાદી ચેતનકુમાર તથા તેનો ભાઈ કરસનભાઈ બંને બાઈક ઉપર ટિંબડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી રોનક ટ્રાન્સપોર્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેને રોકીને કરસનભાઈએ જ રૂપિયા પરત આપી દીધા હતા તે રૂપિયાની માંગણી કરી હતી અને ત્યારબાદ બોલાચાલી કરી ગાળો આપી હતી અને તેના હાથમાં રહેલ લોખંડની ચાવી વડે કરસનભાઈને માથામાં માર મારીને ઇજા થઈ હોવાથી તેને માથાના ભાગે ટાંકા આવેલ છે અને તેને છોડાવવા માટે થઈને ફરિયાદી ચેતનકુમાર વચ્ચે પડતા તેને ડાબી આંખમાં લોખંડની ચાવી મારીને આંખની દ્રષ્ટિ ગુમાવી દે તેવી ગંભીર ઇજા કરી હતી જેથી ભોગ બનેલા યુવાને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવેલ છે અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી મહંમદઅખ્તરભાઈ ઉર્ફે રાજા મહમદહબીબ શેખની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News