મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?


SHARE







મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?

મોરબી શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ લોકોને રસ્તા ઉપરથી અવરજવર કરવું માથાના દુખાવા સમાન બની જાય છે અને વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વર્ષો જૂનો પ્રશ્ન હોવા છતાં પણ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ કે વિકાસ સમિતિ દરેકનું શાસન આવી ગયું છે તો પણ પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે આજની તારીખે મોરબીના ચોક્કસ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ જવાબદાર અધિકારી, પદાધિકારી કે ઇજનેરો કાઢી શક્યા નથી તે નારી વાસ્તવિકતા છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા પગારમાં અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવે છે તેમજ જુદી જુદી ગ્રાન્ટના સ્વરૂપે કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, લોકોની સુખાકારીમાં લેસ માત્ર વધારો થતો હોય તેવું દેખાતું નથી !. જો વાત કરીએ મોરબીના તખતસિંહજી રોડની તો મોરબીના આ રોડ ઉપર જ્યાં વેપારીઓની દુકાન આવેલ છે ત્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય અને બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડે એટલે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારી, પદાધિકારી કે કર્મચારીઓ આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી શક્યા નથી ? મોરબીમાં શનિવારે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે હાલમાં તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તે રીતે પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલતા લોકોને વાહન લઇને નીકળવું પણ માથાના દુખાવો સમાન બની ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એવો થાય છે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારી કેમ વર્ષો જૂના પ્રશ્ન ઉકેલવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે






Latest News