મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરતાં ડીડીઓ


SHARE







હળવદના માણેકવાડા ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરતાં ડીડીઓ

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માણેકવાડા ગામના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામમાં ૧૫માં નાણાપંચ (ગ્રામ્ય કક્ષા) વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત તળાવમાં વોશીંગ ઘાટ બનાવવાનું કામ મંજુર થયેલ છે. જે અન્વયે તાલુકા પંચાયત હળવદ દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. વોશીંગ ઘાટ બનાવવાનું આ કામ માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતની જાણ બહાર શરૂ કરીને આ કામમાં સિમેન્ટનાં બદલે માટીનો ગાર વાપર્યો હતો. જેથી આ કામ સ્થગિત કરાવીને તોડી પાડેલ છે અને કામનું રૂ. ૯૩,૩૦૦ નું ચુકવણું કરવામાં આવેલ નથી. તળાવમાં વોશિંગ ઘાટ બનાવવાનાં કામમાં નિયત થયા મુજબ સિમેન્ટનો ઉપયોગ ન કરીને માટીનો ઉપયોગ કરી હલકી ગુણવત્તા ધરાવતું કામ કર્યુ છે. આવું કરીને સરકારશ્રીને નાણાકીય નુકશાન પહોંચાડીને પોતાનો આર્થિક હિત સાધવાનો પ્રયત્ન કરેલ છે. આમ તેમણે સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું છે. આમ તમામ બાબતો ધ્યાને લેતા માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોય તેવું માલુમ પડે છે. તમામ આધાર-પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા હળવદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી તેમણે ધારણ કરેલ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.






Latest News