મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ જાહેરમાં જુગાર રમતા છ જુગારી પકડાયા


SHARE







વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ જાહેરમાં જુગાર રમતા છ જુગારી પકડાયા

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ પડતર જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ પડતર જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ (૪૩) રહે. દિગ્વીજયનગર પેડક સોસાયટી વાંકાનેર, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા (૫૧) રહે. આરોગ્યનગર શેરી નં-૫ વાંકાનેર, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી (૫૭) રહે. દિવાનપરા બાપુના બાવલા પાસે વાંકાનેર, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા (૬૦) રહે. દિવાનપરા મોર્ડન ટોકીઝની પાછળ વાંકાનેર, ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ (૪૩) રહે. નિર્મલા સ્કુલની સામે વાડીમાં વાંકાનેર અને અસરફભાઈ કાસમભાઈ સર્વદી (૬૫) રહે. કુંભારપરા મેઈન રોડ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે






Latest News