મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના કોયબા ઢવાણા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE











હળવદના કોયબા ઢવાણા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત: ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા બે યુવાનો ચિત્રોડી ગામે માતાજીના પ્રસંગમાં બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે કોયબા ઢવાણા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે બાઈક ચાલક યુવાને બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઈક ઉપર બેઠેલા બંને યુવાનો બાઇક સાથે ઢસડાયા હતા અને સામેથી આવતી બોલેરો ગાડી સાથે અથડાયા હતા જેથી કરીને બને યુવાનોને ઇજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતા દ્વારા બાઇક ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા ભરતભાઈ વેરશીભાઈ સિહોરા જાતે કોળી (૫૧) નો દીકરો દિનેશ ભરતભાઈ સિહોરા જાતે કોળી (૨૮) અને તે જ ગામના રહેવાસી જીવણભાઈ ચંદુભાઈ સિહોરા બંને બાઈક નંબર જીજે ૩૬ એઇ ૧૮૧૨ લઈને ચિત્રોડી ગામે માતાજીના પ્રસંગમાં જતા હતા ત્યારે જીવણભાઈ ચંદુભાઈ મોટરસાયકલ ચલાવતા હતા અને દિનેશભાઈ પાછળના ભાગે બેઠા હતા દરમિયાન કોયબા ઢવાણા રોડે મેલડી માતાના મંદિરથી આગળના ભાગમાં નાલા પાસે પહોંચતા ત્યાં બાઈકના સ્ટેરીંગ ઉપરથી જીવણભાઈએ કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ત્યારે બાઈક ઢસડાતા સામેના ભાગેથી આવતી બોલેરો ગાડી સાથે અથડાયું હતું અને આ બનાવમાં બંને ઇજાગ્રસ્તોને ગંભીર ઇજા થયેલ હોવાથી તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઈ ગયા હતા અને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત તા. ૧૬/૬/૨૩ ના રોજ ફરિયાદીના દીકરા દિનેશભાઈ ભરતભાઈ સિહોરા (૨૮)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના પિતાએ હાલમાં બાઇક ચાલક જીવણભાઈ ચંદુભાઈ સિહોરા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News