મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 જુગારી 5.20લાખની રોકડા સાથે પકડાયા


SHARE







હળવદના રણછોડગઢ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 જુગારી 5.20લાખની રોકડા સાથે પકડાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યા રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સાહિત કુલ મળીને ૭ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા રૂપીયા ૫,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબી જિલ્લા એલ.સી.બી.ના જીજ્ઞાશાબેન કણસાગરાચંદ્રકાંતભાઇ વામજા, શકિતસિંહ ઝાલા અને સંજયભાઇ રાઠોડને હકીકત મળેલ હતી કેહળવદના સમલી ગામે રહેતા આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની કટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત કાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા વાડીના માલિક આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી તાલુકો હળવદ, કેતન રતિલાભાઇ પટેલ રહે. હરીનગર સોસાયટી ધુંટુઅશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. હરીનગર સોસાયટીધુંટુજયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. ધર્મમંગલ સોસાયટીમહેન્દ્રનગરકિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. પટેલનગર સોસાયટીમહેન્દ્રગરહરેશભાઇ દામજીભાલ પટેલ રહે. હરીનગર સોસાયટીધુંટુ અને જયંતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. હરીનગર સોસાયટીધુંટુ વાળાનો સમાવેશ થાય છે આ શખ્સો પાસેથી પોલીસે રોકડ ૫,૨૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ એલસીબીની ટીમે કરી હતી






Latest News