મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 


SHARE







ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા યુવાને ગામના જ બે શખ્સો પાસેથી ૨.૪૦ લાખ વ્યાજે લીધેલા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ગાળો આપીને યુવાનને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાનની પત્નીએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા ઉષાબેન દિલીપભાઈ જાદવ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા અને દિલીપભાઈ ઉર્ફે ભયલુભાઈ જાડેજા રહે. બંને સજનપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પતિ દિલીપભાઈ અમરશીભાઈ જાદવને પૈસાની જરૂર હતી ત્યારે ઘનશ્યામસિંહ પાસેથી બે લાખ રૂપિયા અને દિલીપભાઈ પાસેથી ૪૦ હજાર આમ કુલ મળીને ૨.૪૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી બંને શખ્સો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેઓને ગાળો આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પતિ દિલીપભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને ફરિયાદી મહિલાને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News