મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા સ્થળે જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા


SHARE







મોરબીમાં જુદાજુદા સ્થળે જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા

મોરબીના માળિયા હાઇવે ઉપર કાવેરી સિરામિક પાસે તેમજ ધ ફર્ન હોટલની સામેના ભાગમાં ટ્રકના પાર્કિંગમાં જુદી જુદી જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૪૯૦ રૂપિયાની રોકડ કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ જુદા જુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક પાસે ગેરેજ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી હાજીભાઇ ઉમરભાઈ જામ (૪૨) અને જુસબભાઈ મામદભાઈ મોવર (૫૩) રહે. બંને મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે ધ ફર્ન હોટલની સામેના ભાગમાં ટ્રકના પાર્કિંગની પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા જાકીરભાઇ રમઝાનભાઈ શેખ (૫૩) અને મનોજભાઈ હમીરભાઈ શેખ (૨૪) રહે. બંને મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૩૪૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News