મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સબજેલ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડે નિમિત્તે સેમિનાર યોજાયો


SHARE







મોરબી સબજેલ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડે નિમિત્તે સેમિનાર યોજાયો

૨૬ મી જૂન વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે મોરબીની સબજેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જેલમાં બંદીવાન ભાઈ-બહેનોને ડ્રગ્સના દુર્ગામી પરિણામો બાબતે આવગત કરાવવામાં આવ્યા હતા.માદક દ્રવ્યોના દુરૂપયોગની વિનાશક અસરો વિશે જરૂરી જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૨૬ જૂનને ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ અથવા વિશ્વ ડ્રગ ડે તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને મોરબી સબ જેલ ખાતે તા.૨૬-૬ ના રોજ  જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-મોરબીના જજ અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી તથા એલએડીસી ચીફ શબાનાબેન ખોખર દ્રારા જેલની મુલાકાત લેવામાં આવી હતી.તેમજ તેઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને કાયદાને લગત માહિતી પ્રદાન કરી “કાનુની શિક્ષણ શિબીર કરવામાં આવેલ તેમજ શબાનાબેન ખોખર દ્રારા અંતેવાસીઓને મફત કાનુની સહાય અને સલાહ અંતર્ગત માહિતી આપેલ અને બંદિવાનોને જામીનના અધિકારો પ્રત્યે અવગત કરવામાં આવ્યા હતા.આ જેલ મુલાકાત તથા શિક્ષણ શિબીર દરમિયાન ઇન ચાર્જ જેલર પી.એમ.ચાવડા તથા સુબેદાર રાજુભાઇ ઝેઝરીયા તેમજ જેલ સ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા.






Latest News