મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના આદેપર- ઠીકરીયાળી પાસે જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા, ચાર ફરાર


SHARE







વાંકાનેરના આદેપર- ઠીકરીયાળી પાસે જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા, ચાર ફરાર

વાંકાનેર તાલુકાના અદેપર ગામ પાસે નદીના કાંઠે તેમજ ઠીકરીયાળી ગામે નદીના કાંઠે જાહેરમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને આઠ જુગારીઓ ઝડપાયા હતા જોકે ચાર જુગારીઓ નાસી છૂટ્યા હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે ૨૬૭૦૦ ની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ જુદા જુદા બે ગુના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વાંકાનેર તાલુકાના મેસરીયાથી અદેપર જતા રસ્તા ઉપર ખોડિયાર માતાજીના મંદિર સામે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત વાંકાનેર તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગારીઓમાં નાસભાગ મચી ગયેલ હતી અને ત્યારે જુગાર રમતા વનાભાઈ ગેલાભાઈ મેર (૫૭), સંગ્રામભાઈ ધનજીભાઈ બાવરવા (૨૦) અને મહેશભાઈ વેલજીભાઈ ડાભી (૩૦) નામના ત્રણ જુગારી ઝડપાઈ ગયા હતા અને તેની પાસેથી પોલીસે ૧૨૩૦૦ ની રોકડ કબજે કરી હતી જોકે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને પોલીસને જોઈને નાસી ગયેલા જુગારીઓમાં અશ્વિનભાઈ બચુભાઈ કોળી, મુન્નાભાઈ ઉર્ફે ટીનો પાંચાભાઇ કોળી અને રામજીભાઈ વિનુભાઈ કોળી રહે, ત્રણેય અદેપર વાળાનો સમાવેશ થાય છે

તેવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા જુગારની બીજી રેડ ઠીકરીયાળી ગામે નદીના પટમાં કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી રતાભાઇ બાવાભાઈ ગોહેલ (૫૦), રાજુભાઈ મનજીભાઈ માલકીયા (૪૦), અજીતભાઈ રામકુભાઈ ખાચર (૪૭), વિજયભાઈ વિનુભાઈ નાકિયા (૨૨) અને વિપુલભાઈ મનજીભાઈ માલકીયા (૨૭) ની ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને નરેશભાઈ ધીરુભાઈ ચૌહાણ રહે. ઠીકરીયાળી વાળો નાસી ગયો હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે ૧૪૪૦૦ ની રોકડ કબજે કરેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News