મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હિન્દુ સગીરાનું અપહરણ કરીને અડપલા કરનાર વિધર્મી પરણિત શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેરમાં હિન્દુ સગીરાનું અપહરણ કરીને અડપલા કરનાર વિધર્મી પરણિત શખ્સની ધરપકડ

વાંકાનેર શહેરમાં બ્રહ્મસમાજની સગીરા સાથે વિધર્મી પરણિત યુવક ગોલો ખવડાવવાના બહાને સગીરાના પરિવારજનોને જાણ કર્યા વગર અપહરણ કર્યું હતું અને માર્કેટ યાર્ડ બાજુ અવવારું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં હાથ પકડવા સહિતની ચેષ્ટા કરી હતી પરંતુ સગીરાને ઉઠાવી ગયાની યુવતીનાં પિતાના સબંધીઓને જાણ થતાં તેઓ તેની પાછળ ગયા હતા જેથી સગીરા હલમ બચી ગઈ છે જો કે, આ બનાવ સંદર્ભે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશને પોકસોની કલમ હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરમાં રહેતા હિન્દુ પરિવારની સગીર દીકરીને વિધર્મી પરણિત શખ્સ ઘરે કોઈને જાણ કર્યા વગર અપહરણ કરીને ચોટીલા હાઈવે પર આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે અવવારુ સ્થળે લઈ ગયો હતો અને ત્યાં સગીરાની સાથે અડપલા કર્યા હતા હાલમાં સગીરાના પિતા પાસેથી મળતી માહિતી મુજબ તે ઘરે આવ્યા ત્યારે તેની દીકરી હાજર ન હતી જેની તપાસ કરતાં હતા ત્યારે લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, તમારી દીકરીને મુસ્લિમ યુવક લઈ ગયો છે જેથી તે યુવકના મોબાઈલ ફોન પર વાત કરતા તે વાતને સમજી ગયો કે ભાંડો ફૂટી ગયો છે એટલે તે સગીરાને ઘર નજીક છોડીને ભાગી ગયો હતો ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ સાહિરાની માતાએ જીનપરા વિસ્તારમાં રહેતા સિરાજ મુન્ના બુખારી નામનાં  પરણિત વિધર્મી ઢગા સામે પોતાની સગીર દીકરીને ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરીને લઈ જઈને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં આઈ.પી.સી. કલમ- ૩૬૩, ૩૫૪(ક)(૧) તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને આરોપી સિરાજભાઇ મુન્નાભાઇ બુખારી રહે. જીનપરા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News