મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : લાયસન્સવાળુ હથીયાર ફોટો પાડવા આપતા પહેલા સાવધાન, ધરપકડ પણ થઇ શકે


SHARE







મોરબીમાં સોશ્યલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મૂકવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સ પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ હથિયાર સાથેનો ફોટો તેના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો જેથી કરીને ફોટો અપલોડ કરનાર તથા પરવાના વાળું હથિયાર ફોટો પાડવા માટે આપનાર સહિત બે શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવામાં આવ્યો હતો જેમાં હાલમાં ફોટો પાડવા માટે હથિયાર આપનાર શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૧૧ માં રહેતા અને મજૂરી કામ કરતા રફીકભાઈ જુસબભાઇ મોવર જાતે મિયાણા (૩૭)એ પોતાના ફેસબુક એકાઉન્ટ રફીક મોવર ઉપર બંદૂક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો અને તેની પાસે લાઇસન્સ કે હથિયાર પરવાનો ન હોવાની માહિતી સામે આવી હતી જેથી સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને હથિયાર સાથેનો ફોટો તેણે ફેસબુકમાં અપલોડ કર્યો હોય પોલીસે ફેસબુકમાં ફોટો અપલોડ કરનાર રફિકભાઈ જુસબભાઈ મોવરની અગાઉ ધરપકડ કરેલ હતી અને તેને ફોટો પાડવા માટે બારબોરની બંદૂક આપનાર હથિયાર પરવાનેદાર અલીમામદ જુમાભાઇ ચાવડાને પકડવાનો બાકી હતો જેને હાલમાં પોલીસે ઝડપી લીધેલ છે અને આરોપી અલીમામદ જુમાભાઇ ચાવડા (૪૯) રહે. જુની માર્કેટ પાછળ કબ્રસ્તાન નજીક અંજાર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News