મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને પતિએ માર માર્યો: ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં પરિણીતાને પતિએ માર માર્યો: ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ


મોરબી નજીકના પાનેલી ગામે રહેતી પરણીતાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ પરણીતા દ્વારા તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પાનેલી ગામે રહેતા હીરાભાઈ માવજીભાઈ કંઝારીયાની દીકરી વૈશાલીબેનના લગ્ન પાનેલી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ ડાભી સાથે થયા હતા અને વૈશાલીબેનને ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને અંબાબેન મોહનભાઈ ડાભી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના પતિ રાજેશભાઈ નારણભાઈ ડાભીએ ચારથી પાંચ લાફા મારીને ગાળો આપી હતી તેમજ ગુલાબબેન નારણભાઈ ડાભીએ તેને પીઠના ભાગે ઢીકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં તેના પતિ સહિત ત્રણ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. લખધિરકા ચલાવી રહ્યા છે.

ઝેરી અસર
મોરબી નજીકના ગાંધીનગર ગામ પાસે આવેલ રામેશ્વરનગરમાં રહેતા પ્રતિકભાઇ મનસુખભાઈ મનીપરા (૧૮) નામનો યુવાન પોતાના ઘરે રાત્રિના સૂતો હતો ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેને જમણા પગમાં કોઈ જીવજંતુ કરડી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના ગેટ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને માળીયા મિયાણા તાલુકાના દેરળા ગામે રહેતા નારણભાઈ અમરશીભાઈ આદ્રોજા (૪૫) પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામના ગેટ પાસે બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઇક સ્લીપ થઈ જતા પાછળના ભાગે બેઠેલ નારણભાઈને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળ કાર્યવાહી હાથ તરીકે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.






Latest News