મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આધેડને માર મારવાના ગુનામાં પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાની ધરપકડ


SHARE







મોરબીમાં આધેડને માર મારવાના ગુનામાં પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાની ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી આગળના ભાગે જેલ ચોકની સામે આવેલ વિસ્તારમાં મકાન ઉપર પાણી છાંટતા સમયે પાણી ઉડે છે તેમ કહીને બોલાચાલી કરી હતી અને આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે આધેડને માર મારીને ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી પાલીકાના માજી મહિલા ચેરમેન તેમજ તેના દિકરાની ધરપકડ કરેલ છે.

.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેલચોકની સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉમર ૫૦) એ મોરબી એ ડિવિઝન ખાતે ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મકાનનું બાંધકામ ચાલુ હોય પોતે પોતાના મકાનમાં પાણી છાંટતા હતા ત્યારે પાડોસમાં રહતા આરોપીઓએ પાણી ઉડે છે તેમ કહીને પહેલા ભાનુબેન નગેવાડીયાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેમના દિકરા મૌલિક નગેવાડીયાએ લોખંડના પાઇપ વડે મનોજભાઇને માથા અને શરીરે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ મનોજભાઇએ ભાનુબેન નગેવાડીયા અને તેના દીકરા મૌલિક નગેવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં મોરબી પાલિકાના માજી મહિલા ચેરમેન ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા (૪૮) અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયા (૨૪) રહે. બંને જેલચોક સામે મોરબી વાળાઓની એએસઆઈ જયપાલસિંહ ઝાલાએ ધરપકડ કરી હોવાનું પોલીસ મથકેથી જાણવા મળેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા રાજેશ પોપટભાઈ વડેચા જાતે ઠાકોર (૩૨) નામના યુવાને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા કમળાબેન ભરતભાઈ પરમાર (૩૫)ને તેઓના ઘર પાસે રાત્રિના સમયે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે.






Latest News