ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











 

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના ખોઝાખાના પાસે રહેતા વૃદ્ધ વાવાઝોડાના કારણે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ દેસુરભાઇ તરેટીયા (૬૦) ગત તા. ૧૫/૬ ના રોજ બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે વાવાઝોડાના કારણે તેઓ પડી ગયા હતા અને તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને રાજકોટ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ઈમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે






Latest News