ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

પોલીસની ખાસ વ્યવસ્થા ?: મોરબી જિલ્લામાં લાખોની સરકારી નાણાની ઉચાપત કરનાર શિક્ષકો કેમ હજુ પોલીસ પકડથી દૂર !


SHARE







પોલીસની ખાસ વ્યવસ્થા ?: મોરબી જિલ્લામાં લાખોની સરકારી નાણાની ઉચાપત કરનાર શિક્ષકો કેમ હજુ પોલીસ પકડથી દૂર !

વાંકાનેર તાલુકાના શિક્ષણ વિભાગમાં શિક્ષકો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની ડીપીઇઓએ ફરિયાદ નોંધાવી તેને ૧૫ દિવસથી વધુનો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી આરોપી પકડાયેલ નથી જેથી કરીને વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં ૫૩.૧૫ લાખની સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણેય શિક્ષકોને આગોતરા માટે કોઈ કાર્યવાહી કરવી હોય તો તેના માટેની મોકળાશ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે કે કેમ તે તપાસનો વિષય છે

વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતુ જેથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ આંબરીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે ૫૩,૧૫,૪૫૧ ની ઉચાપતની ફરિયાદ નોંધાયેલ છે જેમાં અરવિંદભાઇ પરમાર રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી, અબ્દુલભાઈ સેરશિયા રહે, વાંકિયા વાંકાનેર અને હિમાંશુભાઈ પટેલ રહે, ભાટીયા સોસાયાટી વાંકાનેર વાળાનો સમાવેશ થાય છે

આ આરોપીઓએ પગાર બિલ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, સિલેક્શન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બનાવટી બિલ બનાવીને આ કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે જોકે જે ત્રણ જ શિક્ષકોની સામે ગત તા ૩/૬ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે હજુ સુધી પોલીસના હાથે પકડાયેલ નથી અત્રે ઉલેખનીય છે કે, ટંકારામાં સરકારી પંચરોજ કામને એક લાખમાં વેચવાની જે ફરિયાદ નોંધાઈ હતી તે આરોપીએ પણ આગોતરા જામીન માટે અરજી મૂકી હતી તેને રદ કરવામાં આવી ત્યાં સુધી તેની ધરપકડ કરવામાં આવી ન હતી આવી જ રીતે આમાં પણ આ શિક્ષકો માટે આગોતરા જામીન માટેનો માર્ગ મોકળો રાખવામા આવ્યો હોવાનો ગણગણાટ હાલમાં વાંકાનેર અને શિક્ષણ વિભાગમાં થઈ રહ્યો છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ મનીષ કાંટા નજીકથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે કલજીભાઈ કાળુભાઈ ગામડ (૩૦) અને મનીષ સુરેશભાઈ (૨૨) રહે બંને એકયુરા સીરામીક પાવડીયારી જેતપર રોડ મોરબી વાળાને ઇજા થયેલ હોવાથી તે બંનેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આંગળી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News