મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે


SHARE







મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરએ સબંધિત વિભાગોને સ્ટેજ,  મંડપ,  મેડિકલ વ્યવસ્થા, સાફ સફાઈ, પીવાનું પાણી, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈવ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.તેમજ આ કાર્યક્રમમાં લોકો વધુને વધુ સહભાગી બને તે માટે યોગ્ય કામગીરી કરવા પણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ ઉપરાંત મોરબી તેમજ અન્ય ૫ તાલુકામાં તાલુકા કક્ષાએ અને નગરપાલિકાઓમાં નગરપાલિકા કક્ષાએ ઉજવણી કરવામાં આવનાર છે.આ બેઠકમાં જિલ્લા કલેકટરસાથે નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી વ્યાસ, પાણી પુરવઠા અધિકારી વાય.એમ.વંકાણી, સિનિયર કોચ રવિભાઈ સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News