મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીનાં વાલજીભાઇ ડાભીએ ૧૦,૦૦૦ લોકો સુધી યોગનું જ્ઞાન પહોંચાડ્યું


SHARE











મોરબીનાં વાલજીભાઇ ડાભીએ ૧૦,૦૦૦ લોકો સુધી યોગનું જ્ઞાન પહોંચાડ્યું

વર્ષ ૨૦૦૯થી વાલજીભાઇ ડાભી યોગની ગંગા વહેવી રહ્યા છે, શાળા, કોલેજમાં શિબિરો કરી  યોગના પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે

યોગ માટે એવું પણ કહેવાય છે કે યોગ એટ્લે ખાલી થવાની કળા. આપણે અનેક ધારણાઓ, માન્યતાઓ અને પૂર્વગ્રહોથી ભરાયેલા છીએ, આ બધી ગાંઠોને છોડવામાં યોગ પોતાનો મહત્ત્વનો ભાગ ભજવે છે. યોગ આપણને કામ, ક્રોધ, લોભ ,મોહ, મદ પર વિજય મેળવતા શિખવે છે.યોગ એટલે સંયમ-સમર્પણ અને સ્વાધ્યાય. આ પ્રકારના અનેક માર્ગો પર ચાલીને આપણે ત્યાં આરાધના થતી હતી અને આજે પણ થાય છે.સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનનાં દિવસે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. મનુષ્યનાં જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગો દુર થાય છે. વતર્માન  સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સહીત સરકાર દ્વારા લોકોને યોગ તરફ વાળવાના  અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજય અને કેન્દ્ર સરકાર યોગનાં પ્રચાર અને પસાર માટે ખુબ જ સારા પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે.લોકો યોગ તરફ વળે તે હેતુથી મોરબીનાં સિનિયર કોચ વાલજીભાઇ ડાભી લોકોને યોગ શીખવી રહ્યાં છે. વાલજીભાઇ ડાભીનું કહેવું છે કે, “યોગ એ ભારત દ્વારા સમગ્ર વિશ્વને એક અનમોલ ભેટ છે. યોગ દ્વારા આપણી જીવનશૈલીમાં સુધાર લાવી શકાય છે. યોગથી તન-મન અને ભાવનાત્મક આરોગ્ય ટનાટન રહે છે”.મોરબીનાં સિનિયર યોગ કોચ વાલજીભાઇ ડાભી વર્ષ ૨૦૦૯થી યોગ સાથે જોડાયેલા છે અને આજ સુધીમાં ૧૦,૦૦૦ થી પણ વધારે લોકોને યોગનું જ્ઞાન પહોંચાડેલ છે. ઉપરાંત વર્ષ ૨૦૧૯થી ગુજરાત રાજય બોર્ડ સાથે જોડાઇ મોરબી જિલ્લામાં કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને યોગમાં ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કરી આયુષ મંત્રાલય હેઠળ લેવાયેલી પરીક્ષા પાસ કરી હતી. તેમજ વર્ષ ૨૦૧૯થી યોગ ટ્રેનર તેરીકે કાર્યરત છે. આ માટે તેમને બોર્ડ દ્વારા પાંચ હજાર રૂપિયા માનદવેતન આપવામાં આવે છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં યોગ ટ્રેનરોની નિમણુક કરવામાં આવે છે. આ ટ્રેનરો લોકોને યોગ શિખવે છે. જે બદલ ગુજરાત રાજય બોર્ડ દ્વારા તેમને ત્રણ હજાર રૂપિયા માનદવેતન આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાંથી વાલજીભાઈ ડાભી યોગ શિક્ષકની તાલીમ આપી રહ્યા છે. તેઓ સામાજિક કાર્યકર્તાની સાથો-સાથ શાળા-કોલેજોમાં યોગની તાલીમ અને પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે.આજના તનાવ ભર્યા યુગમાં લોકો અનેક પ્રકારના તનાવમાં રહે છે. તેમજ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. યોગ આ તનાવ અને બીમારીને દુર કરવામાં મદદ કરે છે. તેમજ બાળકોની ઊંચાઈ વધારવા, રોગપ્રતિકારક શક્તિ, ચંચળતા, યાદશક્તિ, માનસિકરોગ, અનિંદ્રા, ગેસ, એસીડીટી, કબજિયાત, સાંધાના દુખાવા, વજન વધારવા કે ઘટાડવામાં યોગ ફાયદા કારક બની રહે છે.કોઈપણ યોગાસાન જાતે ન કરતા યોગ્ય માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈએ. ખાસ કરીને યોગ માટે શાંત વાતાવરણ અને સમતળ જગ્યાની પસંદગી કરવી જોઈએ. તેમજ નેટ ચટાઇ અથવા શેતરંજી પાથરીને જ યોગાસાન કરવા જોઈએ. જમ્યા પહેલા અને જમ્યા પછી ત્રણ થી ચાર કલાકના અંતરાલે જ યોગાસાન કરવા જોઇએ. તેમજ યોગાસાન કરતી વખતે ઝટકા ન આવે તેની  પૂર્ણ કાળજી લેવી જોઈએ.






Latest News