મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રને સહયોગ આપવા બદલ મંત્રીએ પત્રકાર, ઉદ્યોગો, સંસ્થાઓ, એનજીઓ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો


SHARE







મોરબીમાં તંત્રને સહયોગ આપવા બદલ મંત્રીએ પત્રકાર, ઉદ્યોગો, સંસ્થાઓ, એનજીઓ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો
  
મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર કચ્છ પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો. હાલ વાવાઝોડું કોઈ નુકસાન વિના પસાર થઈ ગયું છે, પરંતુ તેની અસર મોરબી જિલ્લામાં વર્તાઈ રહી છે. આ બાબતે વાત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જે રીતે મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ભય સતાવી રહ્યો હતો, જ્યારે વાવાઝોડું લેન્ડ ફોલ થયું ત્યારે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર ગુજરાતમાં અને મોરબી સહિતના જે મુખ્ય સાત જિલ્લા વધુ સંભવિત અસરગ્રસ્ત હતા ત્યાં કોઈ જાનહાની થઈ નથી. પરિણામે માનવ મૃત્યુ ન થાય તે માટેના સરકારના પ્રયાસોને સફળતા મળી છે.


મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે ત્રિસ્તરીય વ્યવસ્થા કરી હતી તે સફળ થઈ છે. અમુક જગ્યાએ જ્યાં વધારે પવનના કારણે વીજપોલ ધરાશયી થયા છે ત્યાં ત્વરિત ધોરણે સમારકામની કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે આપણી પાસે વીજપોલ, ટ્રાન્સફોર્મર કે લાઇન વગેરે જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તમામ જગ્યાઓએ જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, અનેક ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળી કામગીરી કરી છે અને હજી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે.

મોરબી જિલ્લાની મારી પાસેની જવાબદારીના ભાગરૂપે  મોરબી જિલ્લા પ્રભારીશ્રી મનિષા ચંદ્રા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે આજ સુધી કોઈપણ કામગીરી પેન્ડિંગ નથી અને પાણી વીજ પુરવઠો વગેરેના પુરતા સપ્લાયની સાથે વાહન વ્યવહાર માટેના રસ્તાઓ પણ ખુલ્લા છે જે માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. આ આ તમામ કામગીરીમાં પૂરતો સહકાર આપવા માટે જિલ્લાના પત્રકાર મિત્રોનો પણ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ વિભાગની કામગીરીને બિરદાવી હતી






Latest News