મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના નવા શિરોઇ ગામ પાસે ઇકો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત : મહિલાનું મોત


SHARE







હળવદના નવા શિરોઇ ગામ પાસે ઇકો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત : વૃદ્ધાનું મોત

હળવદ તાલુકાના નવા શિરોઇ ગામ પાસેથી ઇકો ગાડી અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે તે ગાડીમાં બેઠેલ વૃદ્ધનાને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું જેથી હાલમાં મૃતકના દીકરા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છકડો રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા સવજીભાઈ લવજીભાઈ ચાવડા જાતે દલવાડી (ઉમર ૨૭) એ હાલમાં છકડો રીક્ષા નંબર જીજે ૧૩ એટી ૫૧૩૩ ના ચાલક જગદીશભાઈ નરસીભાઈ ડાભી જાતે કોળી રહે.સુંદરગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના નવા શિરોઇ ગામે આવેલ સ્મશાન પાસેથી ઇકો ગાડી નંબર જીજે ૩ ઇએલ ૦૫૮૩ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીમાં તેના માતા રતનબેન લવજીભાઇ ચાવડા જાતે સતવારા (ઉમર ૬૦) તેમજ અન્ય વ્યક્તિઓ બેઠા હતા જેમાં ફરિયાદીના માતા રતનબેનને પીઠના ભાગે કમરની ઉપર ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નિપજ્યું હતું અને ગાડીમાં બેઠેલ રફિકભાઈને પેટના ભાગે ઇજા થઈ હોય તેમને સારવારમાં લઇને આવ્યા હતા. હાલમાં મૃતક રતનબેનના દીકરા સવજીભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છકડો રીક્ષાના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News