મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે યુવાન અને તેની બે દીકરીઓને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના શનાળા ગામે યુવાન અને તેની બે દીકરીઓને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના શનાળા ગામે મંદિર પાસે રહેતો યુવાન અને તેની બે દીકરીઓ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાર શખ્સો દ્વારા ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તથા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના શનાળા ગામે મંદિર પાસે રહેતા અમરશીભાઈ પુંજાભાઈ સોલંકી (૪૦) એ હાલમાં પ્રશાંત વાઘેલા, નિખિલ વાઘેલા, સિધ્ધરાજ વાઘેલા અને ધવલ વાઘેલા રહે ચારેય સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે, તે સાંજના સમયે પોતાની બે દીકરીઓ ગીતાબેન અને મનિષાબેન સાથે શનાળા ગામે મંદિર પાસે વણકરવાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી પ્રશાંત વાઘેલા અને સિધ્ધરાજ વાઘેલા તેને સામે મળ્યા હતા અને ત્યાં ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને બાદમાં નિખિલ વાઘેલા અને ધવલ વાઘેલા ત્યાં આવ્યા હતા અને તેઓના હાથમાં રહેલા ધોકા વડે તેને ફરિયાદી યુવાનને માર માર્યો હતો તેમજ તેને બચાવવા માટે ત્યાં વચ્ચે પડેળ તેની બંને દીકરીઓને પણ માર મારવામાં આવ્યો હતો તેમજ ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News