મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે કારને રિવર્સમાં લેતા સમયે બાળકીના પગ ઉપર ફેરવી દીધી


SHARE







મોરબીના પંચાસર રોડે કારને રિવર્સમાં લેતા સમયે બાળકીના પગ ઉપર ફેરવી દીધી

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ભાભા એક્સપોર્ટ વાળી શેરીમાં કાર ચાલકે પોતાની કારને બેફિકરાયથી રિવર્સમાં લીધી હતી અને ત્યારે બાળકીને હડફેટે લઈને તેના જમણા પગના સાથળ ઉપર કારનું વ્હીલ ચડાવી દીધું હતું જેથી કરીને પગમાં ફ્રેક્ચર અને શરીરે નાના મોટી ઈજા થઈ હતી જેથી બાળકીને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ બાળકીના પિતા દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર ભાભા સ્કૂલ વાળી શેરીમાં રહેતા કાનજીભાઈ બાબુભાઈ સોલંકી (૪૨) એ હાલમાં કાર નંબર જીજે ૩૬ એસી ૬૦૬૬ ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, કાર ચાલકે પાછળ જોયા વગર ભાભા એક્સપોર્ટ વાળી શેરીમાં પોતાની કારને રિવર્સમાં લીધી હતી અને ત્યારે ફરિયાદીની દીકરીને હડફેટે લઈને તેના જમણા પગ ઉપર સાથળના ભાગે કારનું વ્હીલ ફેરવી દીધું હતું જેથી કરીને સંગીતા નામની બાળકીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને બાળકીએ સારવાર લીધા બાદ બાળકીના પિતા દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે






Latest News