હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા


SHARE











મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા

મોરબી જિલ્લાના ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં વસતા વિચરતી જાતીના લોકોનું બિપરજોય વાવાઝોડાના કારણે સુરક્ષાના હેતુથી સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં ટંકારા તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ અને મામલતદારશ્રીએ  સ્થળ પર જઈને એવા વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની વધુ અસર જણાય અથવા તો એવા ઘરોમાં રહેતા લોકો કે જેનું ઘર પતરાવાળું, કાચું, જર્જરીત કે જૂનુ છે, ઉપરાંત ખુલ્લામાં કે નિંચાણવાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતીના ૬૦-૭૦ પરિવારોની સલામતીને ધ્યાનમાં લઈને તેમને સ્થળાંતર માટે સમજવવામાં આવ્યા હતા. કુદરતી આફતના આ સમયે લોકો પોત-પોતાની જવાબદારી સમજીને વહેલી તકે સ્થળાંતર કરે અને પોતાનો કિંમતી સામાન પોતાની સાથે લઈ જાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકોને બાળકોનું ધ્યાન રાખવા તેમજ સગર્ભા બહેનો વિશે માહિતી મેળવી વધુમાં મેડિકલ વિશે જાણકારી આપી જરૂર જણાય તો તેઓને હેલ્પલાઈન નંબર પર કોલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.






Latest News