મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદી આગાહીને ધ્યાનમાં રાખી ફળ અને શાકભાજી જેવા બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવો


SHARE







મોરબીમાં વરસાદી આગાહીને ધ્યાનમાં રાખી ફળ અને શાકભાજી જેવા બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવો

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૨ થી ૧૬ જૂન સુધી જિલ્લામાં વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ માર્ગદર્શિકા અનુસાર તૈયાર થયેલા બાગાયતી પાકો સલામત સ્થળે ખસેડવા નાયબ બાગાયત નિયામકએ અનુરોધ કર્યો છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૨ થી ૧૬ જૂન સુધી જિલ્લામાં બિપરજોય વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે ધ્યાને લેતા મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવા. કેળ, પપૈયા દાડમ તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે, આગાહી દરમિયાન કોઈપણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News