મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના ચોકીદારે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના ચોકીદારે અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સરસ્વતી પેલેસ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં નીચે ઓરડીમાં રહેતા ચોકીદારે પોતાની ઓરડીની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સરસ્વતી પેલેસ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં નીચેના ભાગમાં સિક્યુરિટીની ઓરડીમાં રહેતા પ્રકાશભાઈ શેરપા કામી જાતે નેપાળી (૨૫) એ પોતાની ઓરડી ની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પત્ની નામસરા ઉર્ફે નિશાબેન પ્રકાશભાઈ શેરપા કામી જાતે નેપાળી (૨૪) મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના ઘુટુ રોડ ઉપર આવેલ માર્કો વિલેજ સોસાયટી પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અજયભાઈ પ્રવીણભાઈ બદ્રેશિયા જાતે પટેલ (૨૭) રહે હરિ ઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News