ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે ચાર ચોરાઉ વાહનો સાથે ચાર રીઢા ચોરને ૧.૫૦ લાખના મુદામાલ સાથે દબોચ્યા


SHARE











મોરબી એલસીબીની ટીમે ચાર ચોરાઉ વાહનો સાથે ચાર રીઢા ચોરને ૧.૫૦ લાખના મુદામાલ સાથે દબોચ્યા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વાહન ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલવા માટે થઈને એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવતી હોય છે દરમિયાન એલસીબીની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી વાહનની ચોરી કરનાર ટોળકીને દબોચી લેવામાં આવી છે અને કુલ મળીને ચાર શખ્સોની ચાર ચોરાઉ વાહન સાથે ધરપકડ કરી તેની પાસેથી દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપી તથા મુદ્દા માલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે થઈને પોલીસ દ્વારા જુદી દિશામાં ટીમો બનાવીને કામ કરવામાં આવી રહ્યુ હતુ દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ માહિતી આધારે વાહન ચોર ટોળકીને ઝડપી લેવામાં આવેલ છે જેમાં હાલમાં પોલીસે બલુભાઈ દેવજીભાઈ વરૈયા જાતે દેવીપુજક ૪૦ રહે ભાવનગર રોડ દૂધસાગર ડેરીની પાછળ મફતીયા પરા રાજકોટ, ડાયાભાઈ અમરશીભાઈ વડેચા જાતે દેવીપુજક ૪૫ રહે આદિપુર અંજાર રોડ, દેવજીભાઈ રમેશભાઈ દેવીપુજક ૨૧ રહે ગોંડલ સોસાયટીની બાજુમાં ભક્તિનગર મહેંદી પડ્યા આદિપુર તથા રમેશભાઈ ચતુરભાઈ પટણી જાતે દેવીપુજક ૩૫ રહે લીલાશાહ કુટીયાની પાછળ ઇસ્કોન મંદિર પાસે આદિપુર વાળા નો સમાવેશ થાય છે અને પોલીસે હાલમાં આ ચારેય શખ્સો પાસેથી દોઢ લાખની કિંમતના ચાર ચોરાઉ વાહનો કબજે કરેલ છે અને વધુમાં માહિતી આપતા પોલીસે જણાવ્યુ છે કે બલુભાઇ વરૈયા અને ડાયાભાઈ વડેચા આ ચોર ગેંગના મુખ્યસુત્રાધાર છે અને અન્ય બે શખ્સો તેની ટોળકીના સભ્ય છે આ ચારેય શખ્સો દ્વારા જુદી જુદી જગ્યાએથી વાહન ચોરી ઘટનાને અંજામ આપવામાં આવેલ છે હાલમાં ચારેય ચોરને ચોરાઉ મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે અને પોલીસે આ શખ્સો અન્ય કોઈ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News