મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના મોટા ખીજડીયા ગામે ધાર્મિક કાર્યક્રમના ફુલેકા દરમિયાન થયેલ ગોળીબાર કેસમાં નિર્દોષ છુટકારો


SHARE







મોરબી : ટંકારાના મોટા ખીજડીયા ગામે ધાર્મિક કાર્યક્રમના ફુલેકા દરમિયાન થયેલ ગોળીબાર કેસમાં નિર્દોષ છુટકારો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મોટા ખીજડીયા ગામે પાંચેક વર્ષ પહેલા ઝાલા પરિવારના કુળદેવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોચ્સવ યોજાયો હતો અને આ દરમિયાન યોજાયેલ ફુલેકાના પ્રસંગમાં થયેલ ઉત્સાહમાં આવીને કરાયેલા ફાયરિંગના બનાવમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.જે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી જેનો કેસ કોર્ટમાં ચાલી જતા તકસીરવાનના તરફેથી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકવામાં આવેલા વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલમાં ડીસ્ટ્રીક જજ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ (ગોપાલભાઈ) ઓઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે પાંચેક વર્ષ પહેલાં ઝાલા પરિવારના કુળદેવી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને તે દરમિયાન યોજાયેલ ફૂલેકામાં એકદમ ઉમંગમાં આવી જઈને દિપકસિંહ ખોડુભા વાઘેલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં શોભાયાત્રામાં હાજર રહેલ ફરિયાદીના નાના ભાઈ ઉપેન્દ્રસિંહ નવલસિંહ ઝાલા મૂળ રહે.મોટા ખીજડીયા હાલ મોરબી વાળાને માથાના ભાગે ગોળી વાગી ગઈ હતી જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા.આ બનાવ સંદર્ભે જેતે સમયે ટંકારા પોલીસ મથક ખાતે આઇપીસી કલમ ૩૦૮, ૩૩૮ અને આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ થયો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી.જોશીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિપકસિંહ ખોડુભા વાઘેલા તરફેથી મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મહેનાઝબેન પરમાર રોકાયેલા હતા અને કોર્ટમાં તેઓએ કરેલ ધારદાર રજૂઆતો અને દલીલો તથા ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ ટાંકીને બચાવ પક્ષના વકીલ ગોપાલ ઓઝા દ્વારા કરવામાં આવેલી દલીલોને કોર્ટે માન્ય રાખીને પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ પી.સી.જોશી દ્વારા આરોપી દિપકસિંહ ખોડુભા વાઘેલાને નિર્દોષ ઠેરવીને છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો હતો. આરોપી તરફેથી એડવોકેટ મનીષભાઈ પી.ઓઝા અને મહેનાઝબેન પરમાર રોકાયેલા હતા.






Latest News