મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન


SHARE







મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન

મોરબી તાલુકાનાં નારણકા ગામના બજરંગ ધૂન મંડળ દ્વારા ૧૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે ભજન ધુન કરવામાં આવે છે અને જયા વાયક આવે ત્યા જાય છે. અને જે રકમ આવે તેને સેવા કાર્યમાં વાપરે છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા દંપતીએ મંડળને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિશેની વાત કરી હતી અને આ ટિફિન સેવામાં સહયોગ આપવા માટે બજરંગ ધૂન મંડળના કાર્યકર્તાઓએ તૈયારી કરી હતી

આ બજરંગ ધુન મંડળમાં જે પણ કંઈ આવક આવશે તે તમામ આવક  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો ત્યાર બાદ બજરંગ ધૂન મંડળ લગભગ બે મહિનામાં ૧.૯૫ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને આ રકમ સેવામાં આપવામાં આવેલ છે નારણકા ગામબ બજરંગ ધૂન મંડળ દ્વારા આવવા જવા માટેનો કોઈપણ ખર્ચ લેવામાં આવતો નથી અને જે કંઈ યોગદાન આવે છે તે તમામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરે છે આ બજરંગ ધૂન મંડળમાં કાંતિભાઈ શીવાભાઈ સુરાણી, મેરજા મનસુખભાઈ દેવજીભામેરજા ભરતભાઈ છગનભાઈ, મેરજા કિરીટભાઈ અરજણભાઈ, મયંક અશોકભાઈ મેરજા, સગરામભાઇ અણદાભાઈ રબારી, મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ મેરજા, નરભેરામભાઈ ટપુભાઈ મેરજા, ચુનીભાઇ લાલજીભાઈ મેરજા, જસમતભાઈ દેવજીભાઈ કારોલીયા, બીપીનભાઈ ચતુરભાઈ દાવા, હરિલાલ ભટ્ટ સહિતના જોડાયેલ છે.






Latest News