માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં ગંદા પાણીની ગટર ઉભરાતા મહિલા સાથે ઝઘડો કરીને દીકરાને મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં ગંદા પાણીની ગટર ઉભરાતા મહિલા સાથે ઝઘડો કરીને દીકરાને મારી નાખવાની ધમકી

મોરબી નવલખી રોડ ઉપર લાયન્સનગર પાસે આવેલ શીવ આરાધના એપાર્ટમેન્ટમાંથી નીકળતા ગંદા પાણીની ગટર ઉભરાતી હોવાથી ત્યાં રહેતી મહિલાને ગાળો આપવામાં આવી હતી અને તેની સાથે ઝપાઝપી કરીને તેને પગના ભાગે પાટુ મારીને ફ્રેકચર કરવામાં આવ્યું છે અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને હાલમાં મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નલવખી રોડ લાયન્સનગર પાસે આવેલ શીવ આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા લીનાબેન શૈલેષભાઇ હિંમતભાઇ રાવલ જાતે બ્રાહ્મણ (૪૧)એ હાલમાં રાજુભાઇ હિતેશભાઇ રબારી રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી વાળાની સામે ફરિયાદ  નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નવલખી રોડ લાયન્સનગર પાસે શીવ આરાધના એપાર્ટમેન્ટ આવેલ છે અને ત્યાં ફરીયાદી તથા આરોપીના રહેણાંક નજીક નજીક આવેલ છે અને ફરિયાદી જે શીવ આરાધના એપાર્ટમેન્ટમાં રહે છે તે એપાર્ટમેન્ટના વપરાશના ગંદા પાણીની ગટર ઉભરાતા બહાર રોડ પર નીકળતી હતી જે બંધ કરવા બાબતે આરોપીએ ફરિયાદી મહિલાની સાથે ઝઘડો કરીને ગાળો બોલીને ઝપાઝપી કરી હતી અને મહિલાને પછાડી દઇને તેને પગે ઢીંચણ પર પગથી પાટુ મારી ઢીંચણના હાડકામાં ફેક્ચર કરી નાખેલ છે અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને મહિલાની ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩૩૨૫૫૦૪૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News