મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની માલધારી નેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી


SHARE







વાંકાનેરની માલધારી નેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી માલધારી નેશ પ્રાથમિક શાળામાં સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે હમ સૂત્રને સાર્થક કરવા ૫ મી જૂન ૨૦૨૩ વિશ્વ વન દિવસ નિમિત્તે બાળકો તેમજ સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દ્વારા ૫૧ એકાવન વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે શાળાના આચાર્ય અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેરના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયાની નોકરીના ૩૨ બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે અને ખૂબ મોટા પણ થઈ ગયા છે આ પ્રસંગે અશોકભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, લોકો વૃક્ષના મહત્વને સમજે,જાણે અને પર્યાવરણનું જતન કરતા થાય એ માટે ૫ મી જૂન ૧૯૭૩ થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી આવી છે એના ભાગરૂપે આજે શાળામાં ઉજવણી કરવામાં આવેલ છે,રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈએ પણ ઉપસ્થિત તમામને પ્રેરણાત્મક વાતો કરી હતી, વૃક્ષોનું જતન કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપ્યા હતા. આ પ્રસંગે માલધારી નેશના વિસ્તારના આગેવાન અને એસએમસીના અધ્યક્ષ ગોવિંદભાઇ ફાંગલિયા ઉર્ફે નાનકાભાઈ તેમજ ગામના સરપંચ ગુલાભાઈ પરાસરાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News