મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા-૧૧ લાટા સાથે એક પકડાયો


SHARE







મોરબીની દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા-૧૧ લાટા સાથે એક પકડાયો

મોરબીના લોહાણાપરા વિસ્તારમાં આવેલ દુકાનમાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૧૧ ડબ્બા અખાદ્ય ગોળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

સામાન્ય રીતે અખાદ્ય ગોળનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે કરવામાં આવતો હોય છે જેથી કરીને દેશી દારૂના દૂષણને ડામવા માટે સમયાંતરે જુદી જુદી જગ્યા ઉપર રેડ કરીને અખાદ્ય ગોળના જથ્થાને પકડવામાં આવે છે તેવી જ રીતે મોરબીના લોહાણાપરા શેરી નંબર-૨ માં રહેતા અને દુકાન ધરાવતા યુવાનને ત્યાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા દુકાનમાંથી અખાદ્ય ગોળના ૧૧ ડબ્બા તથા ૧૧ લાટા મળી આવ્યા હોય પોલીસે કુલ મળીને ૩૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ ધીરજલાલ મીરાણી જાતે લોહાણા (૪૭) રહે.લોહાણાપરા શેરી નં-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા નવોઢા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતી હિનાબેન કલ્પેશભાઈ મનજીભાઈ મકવાણા નામની ૨૩ વર્ષીય નવપરણીતાતા ઘરે ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને સારવાર કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ અને રાઈટર હસુભાઈ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે હિનાબેન પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહેતી હોય અને ભૂલથી દવાવાળા ડબલામાં પાણી પી લેતા તેઓને અસર થઈ હતી જેને લીધે તેઓને સારવારમાં ખસેડવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ વાડી વિસ્તારમાં રહેતો અબ્રાહમ અબ્દુલભાઇ ચાનીયા (ઉમર ૩૩) નામનો યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ત્રીજા માટેથી કોઈ કારણોસર તે નીચે પડી જતા તેને સારવાર માટે દવાખાને લવાયો હતો..!






Latest News