મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા યુવાને હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુક્તા બે શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા યુવાને હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુક્તા બે શખ્સોની સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા શખ્સે તેની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી ઉપર મૂક્યો હતો જે પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર તથા પરવાના વાળું હથિયાર આપનાર શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિક્રમભાઈ મુકેશભાઈ કોઢીયા જાતે દેવીપુજક (૨૨)એ પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર mukeshkoddhiyaaa આઇડી ઉપર સમાજમાં ભય ઉભો કરવા માટે પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં પણ બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યો હતો જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા વિક્રમભાઈ પાસે હથિયાર લાયસન્સ ન હતું તેમ છતાં પણ તેને ફોટો મૂક્યો હતો અને તેને ફોટો પાડવા માટે જે હથિયાર લીધું હતું તે હથિયાર હંસરાજભાઈ કુંવરજીભાઈ કોઢીયા જાતે દેવીપુજક (૬૫) રહે. પંચાસિયા વાળાનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પરવાના વાળુ હથિયાર ફોટો પાડવા માટે થઈને વિક્રમને આપનારા અને વિક્રમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસઓજીની ટીમના સામંતભાઈ રાયધનભાઈ છુછીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News