ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ડમ્પરનો જેક છટકી જતાં ટાયર નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીમાં ડમ્પરનો જેક છટકી જતાં ટાયર નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસે ડમ્પરમાં જેક ચડાવીને યુવાન નીચેના ભાગે કામ કરી રહ્યો હતો ત્યારે જેક છટકી જતા ગાડી આગળના ભાગમાં રડી હતી જેથી કરીને યુવાનનો જમણો હાથ અને ખભો ગાડીના ટાયર નીચે આવી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના બઠા ગામના રહેવાસી મહેશભાઈ સંગાભાઇ ડામોર (૨૮) ટ્રક ડ્રાઇવિંગનું કામ કરે છે અને મોરબીમાં કુબેર ટોકીઝ સામે નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસે ગત તા. ૩૦/૪ ના રોજ દોઢેક વાગ્યાના અરસામાં ડમ્પર ગાડીમાં નીચે જેક ચડાવીને તે કામ કરી રહ્યા હતા ત્યારે જેક છટકી જવાના કારણે વાહન આગળની સાઈડમાં રડતા મહેશભાઈ ડામોરનો જમણો હાથ અને ખભો ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા જેથી તેને ઈજા થતા પ્રથમ સારવાર માટે મોરબીમાં સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને  ત્યાંથી સારવાર માટે રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News