મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની પંચાસર ચોકડી પાસે ગઇકાલે રાત્રીના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સીએનજી સુપર કેરી વાહન સાથે વેગનાર કાર અથડાઇ હતી ત્યારે આમરણ ગામે ઉર્ષમાંથી પરત રાજકોટ જતા મુસ્લીમ પરિવારની છ વર્ષની બાળકીનું મોત નિપજયુ હતું જે બનાવમાં હાલમાં વેગનાર કારના ચાલકની સામે ગુનો નોંધાયો છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવામાં માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી મળતી માહિતી પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી નજીક ગત રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના મુસ્લીમ પરીવારના સીએનજી સુપર કેરી વાહન નંબર જીજે ૩ બીડબલ્યુ ૭૩૧૨ ની સાથે વેગનાર કાર જીજે ૩૬ એસી ૬૪૮૨ અથડાઇ હતી જેથી કરીને સારીન ઈરફાનભાઇ હસનભાઈ બાકરોલિયા જાતે મુસ્લિમ (૬) રહે. રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી નામની બાળકીનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં તે જ પરિવારના નિઝામુદ્દીન હાસમભાઇ બાકરોલીયા (૪૨)ઇરફાન હાસમભાઇ બાકરોલીયા (૩૮)મહેઝબીન ઇરફાનભાઇ બાકરોલિયા (૩૫)સેઝાનબેન નિઝામુદ્દીન બાકરોલિયા (૧૬)ગુલઝારબેન નિઝામભાઈ બાકરોલિયા (૪૨) અને યાસ્મીન ઇમરાનભાઈ બાકરોલિયા (૨૮) રહે.બધા રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી વાળાઓને ઇજા પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી નજીક રહેતા નિજામુદીન હસનભાઇ બાકરોલીયા જાતે મુસ્લીમ (૪૩)એ વેગનાર કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી તાલુકાના આમરણ ગામે ઉર્ષ નિમિત્તે મેળો હોવાથી રાજકોટનો બાકરોલિયા પરિવાર વાહન લઈને મોરબીના આમરણ ગામે ગયો હતો અને ઉર્ષમાંથી પરત રાજકોટ જતા સમયે આ અકસ્માતનો બનાવ બનેલ હતો






Latest News