મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) ગામે ઘરધણીને સૂતા રાખીને ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૬.૩૦ લાખ ચોરી


SHARE







મોરબીના કેરાળા (હ) ગામે ઘરધણીને સૂતા રાખીને ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૬.૩૦ લાખ ચોરી

મોરબીના કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાનના ઘરને તસ્કરે નિશાન બનાવેલ છે અને તે યુવાન તેની પત્ની અને દીકરા સાથે ઘરના ફળિયામાં સૂતો હતો ત્યારે ઘરમાં બારીની ગ્રીલ તોડીને  અજાણ્યા શખ્સ દ્વારા ખેતીના પાકના વેચાણથી આવેલ રોકડા રૂપિયા ૩.૫૦ લાખ અને સોનાના દાગીના મળીને કુલ ૬.૩૦ લાખના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેરાળા (હરીપર) ગામે રહેતા દિલીપભાઇ કાનજીભાઇ કારાવડીયા જાતે પટેલ (૪૧)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૩૧/૫/૨૦૨૩ ના કલાક ૧૧ વાગ્યાથી લઈને તા.૧/૬/૨૦૨૩ ના સવારના ૫:૩૦ દરમ્યાન તે પોતાની પત્ની અને દીકરા સાથે ઘરે ફળિયામાં સૂતા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સે તેના મકાનના હોલની બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાં મૂકેલ બેડ(સેટી) માં રાખેલ તેની ખેતીના પાકના વેચાણથી આવેલ રોકડા રકમ ૩,૫૦,૦૦૦ તેમજ સોના દાગીનાઓ જેમા સોનાની એક તોલાની એક જોડી બંગડી ૪૦,૦૦૦, દોઢ તોલાના એક જોડી સોનાના પાટલા ૬૦,૦૦૦, ત્રણ તોલાનો એક સોનાનો હાર ૧,૨૦,૦૦૦, લેડીઝને પહેરવાની સોનાની ૩ વીંટી ૬૦,૦૦૦ આમ કુલ મળીને ૬,૩૦,૦૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૫૭ અને ૩૮૦ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News