મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના જુના રફાળેશ્વર રોડે છોટા હાથીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના જુના રફાળેશ્વર રોડે છોટા હાથીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઇ રહેલા યુવાનના બાઈકને છોટા હાથીના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

 

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા પ્રકાશભાઈ ભગવાનભાઈ ચાવડા (૨૪) નામનો યુવાન મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ પ્લેટીના સિરામિક પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને છોટાહાથીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં પ્રકાશભાઈ ચાવડાને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા પ્રકાશભાઈને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે

 

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા જગદીશભાઈ આઇદાનભાઈ સવસેટા (૨૪) નામના યુવાનને ખીજડીયાના રસ્તા ઉપર મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

 

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે ગોકુલનગરમાં રહેતા પ્રવિણાબેન ગોવિંદભાઈ વસવેલીયા (૫૦) નામની મહિલા એકટીવા લઈને મોરબીમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે તેના એકટીવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં પ્રવિણાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News