મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે ઉભેલા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE







મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે ઉભેલા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા વૃદ્ધ ગામના પાટીયા પાસે ઉભા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બહાદુરગઢ ગામના કાંતિલાલ હરખજીભાઈ પરમાર નામના ૬૩ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અત્રેની સમર્પણ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાયેલી હોય હાલ પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે ઈજા પામેલા કાંતિભાઈ પરમાર ગામના પાટીયા પાસે ઉભા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી ઇજા પામેલ કાંતિભાઈને સારવાર માટે મોરબી લાવ્યા હતા હાલ આ અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં આધેડને ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી બાઈક લઈને જઈ રહેલા ચંદ્રકાંતભાઈ રઘુનાથ (ઉમર ૫૧) રહે.સરાનગોઢિ અલીબાગ કુરૂલ રાયગઢ વાળાના બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ચંદ્રકાંત રઘુનાથને ઇજા પહોંચતા અત્રે મધુરમ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમને ડાબા પગ અને જમણા હાથના ભાગે ઇજા પહોંચી હોય સારવારમાં ખસેડાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઈજાગ્રસ્ત બાળકી સારવારમાં

મોરબીના આમરણ ગામે રહેતા વિજયભાઈ વાઘેલાની સાત વર્ષની દીકરી રોશનીને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જાણવા મળતી વિગતો મુજબ રોશની પોતાના પિતાની સાથે બાઈકમાં બેસીને આમરણ ગામ પાસેથી જતી હતી ત્યારે ગામના સમ્શાન નજીક રોડ ઉપર આવેલા સ્પીડ બ્રેકરમાં બાઇક સ્લીપ થઈ જવાથી વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોશની વિજયભાઇ નામની સાત વર્ષની બાળકીને ઈજા થતાં સારવાર માટે લાવવામાં આવી હતી.હાલ બનાવની તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.






Latest News