મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં કરવામાં આવી રહેલા કૌભાંડ સામે આવ્યા છે ત્યારે ડીડીઓ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે ૨૫ થી ૩૦ લાખની રિકવરી કરવામાં આવી છે અને ૫૩ લાખનું કૌભાંડ કરીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે જો કે, જે કર્મચારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે

મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, છેલ્લા દિવસોમાં કૌભાંડીયાઓ પાસેથી અંદાજે ૩૦ લાખ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી નાણાની ઉચાપત કરેલ છે અને આ કર્મચારીઓ દ્વારા અન્ય વિભાગોમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે જેથી કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું ડીડીઓ કહી રહ્યા છે ત્યારે હવે આ કૌભાંડીઓની સામે કયારે ફરિયાદ નોંધાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News