મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સિંચાઈ કૌભાંડ પછી સિંચાઇના કામને બ્રેક !: સામન્ય સભામાં વધુ એક વખત ગરમાવો


SHARE







મોરબી જીલ્લામાં સિંચાઈ કૌભાંડ પછી સિંચાઇના કામને બ્રેક !: સામન્ય સભામાં વધુ એક વખત ગરમાવો

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મોરબી જીલ્લામાં અગાય નાની સિંચાઈનું કૌભાંડ સામે આવ્યું હતું ત્યાર બાદ સિંચાઇના કામ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ મુદ્દે સભામાં ગરમાવો આવી ગયો હતો ત્યારે શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા એકમેક ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને બેઠકને પૂરી કરવામાં આવી હતી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શીહોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના હોદેદારો અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા તેમજ ડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં વર્ષો પહેલા નાની સિંચાઇનું કૌભાડ સામે આવ્યું હતું ત્યારથી નાની સિંચાઈના કામો બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને કોંગ્રેસના સભ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા વાંકાનેર તાલુકાનાં ઠીકરયાળા ગામે આવેલ તળાવ છેલ્લા ઘણા સમયથી જોખમી હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ તેને રીપેર કરવામાં આવ્યું નથી જેથી તેનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો ત્યારે સરકારમાં દરખાસ્ત મોકલવી છે જેવો સરકારી જવાબ અધિકારી આપ્યો હતો જો કે, આગામી ચોમાસામાં કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ કોંગ્રેસનાં સભ્યએ ઉઠાવ્યો હતો જેથી ડીડીઓએ વહેલી તકે સ્થળ તપાસ કરશે તેની સામાન્ય સભાના ખાતરી આપી હતી

વધુમાં આ બેઠકમાં કુપોષિત બાળકોનો પ્રશ્ન લેવામાં આવ્યો હતો જેમાં એવી માહિતી સામે આવી હતી કે, જીલ્લામાં ૩૭૧ કુપોષિત બાળકો અને ૧૨૯ અતિ કુપોષિત બાળકો છે જો કે, તેને કુપોષણમાંથી બહાર લાવવા માટે પ્રયત્નો ચાલુ છે તેવું ડીડીઓએ કહ્યું હતું મોરબી જીલ્લામાં ૧૭ ગ્રામ પંચાયતોમાં ટોયલેટ માટે ૧૨ લાખના ખર્ચે ટોયલેટ બનાવનું કામ મંજૂર કરાયું છે આ બેઠકમાં ખાસ કરીને મોરબી જીલ્લામાં કોઈ જવાન દેશની રક્ષા માટે શહીદ થયેલ હોય તો તેના પરિવારને સ્વંભંડોળમાંથી એક લાખની સહાય આપવાની જોગાવાઈને મંજૂરી આપવામાં આવી છે 






Latest News