વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ
Breaking news
Morbi Today

હળવદમાં સગીરા સાથે  સામૂહિક દુષ્કર્મના ગુનામાં બે આરોપીને ૨૦ વર્ષની સજા


SHARE







હળવદમાં સગીરા સાથે  સામૂહિક દુષ્કર્મના ગુનામાં બે આરોપીને ૨૦ વર્ષની સજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વર્ષ ૨૦૧૮ મા સગીરાનું રીક્ષામાં અપહરણ કરીને લઇ ગયા હતા અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે ચાલી ગયો હતો જેથી આ કેસમાં કોર્ટે બે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે અને ૫૧ હજારનો દંડ કર્યો છે.

હળવદ તાલુકામાં વર્ષે ૨૦૧૮ માં સગીરાનું આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા અને રવિ જગદીશભાઈ મોરી નામના શખ્સો દ્વારા રીક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેના હાથ પગ બાંધીને બાવળની કાટમા લઈ જઈને તે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગેની સગીરાએ તેના માતા અને પિતાને જાણ કરી હતી ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધીને આરોપીને ઝડપી લીધા હતા અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજય સી.દવે અને નીરજ ડી.કારીયાએ કરેલી દલીલો તેમજ ૨૪ મૌખિક અને ૪૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇને કોર્ટે આરોપી સંજય રઘુ રાણેવાડિયા, જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજાને ૨૦ વર્ષની સજા ફટકારી છે અને ૫૧ હજારનો દંડ કરેલ છે અને આ કેસ કોર્ટમાં ચાલુ હતો દરમ્યાન કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં કોર્ટે વિકટીમને ચાર લાખ કંપેસેશન તેમજ આરોપીઓને ફટકારવામાં આવેલ દંડની રકમ આપવાનો પણ આદેશ કરેલ છે.






Latest News