મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર ગામનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને થયો માલામાલ


SHARE











મોરબીના કાલીકાનગર ગામનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને થયો માલામાલ

સરકાર દ્વારા ખેડૂતોની જમીનને બંજર બનતી અટકાવવા માટે તથા ખેડૂતોના લાંબા ગાળાના ફાયદાને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી પર ભાર આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સેમીનાર અને કાર્યક્રમો થકી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શુધ્ધ અનાજ, શાકભાજી, ફળ વગેરે પાકનું ઉત્પાદન કરી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી થકી લીંબુની સફળ ખેતી કરતા મોરબીના કાલીકાનગરના રમેશભાઇ રતીલાલ કામરીયા જણાવે છે કે, “અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી સાથે વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં વધારે ઉત્પાદન મળતું પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. આવા સમયમા ૭-૮ વર્ષ પહેલા અમે બાગાયતી પાક વાવેતર કરવાનુ વિચાર્યુ અને ઘરના તમામ સભ્યો દ્વારા લીંબુનું વાવેતર કરવાનુ નક્કી કર્યુ છે લીંબુનું વાવેતર કર્યું અને ત્યારબાદ તેમાં પહેલા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હતા જો કે, હવે તેની ૬ એકર જમીનમાંથી ૪ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું. જ્યારે પરંપરાગત રીતે ખેતી કરતો ત્યારે રૂ. ૧,૪૪,૦૦૦ ની આવક સામે રૂ. ૬૦૦૦૦ નો ખર્ચ થતો જેથી રૂ. ૮૪૦૦૦ નો જ નફો થતો. આજે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી આવક વધીને ૧,૫૫,૦૦૦ થઈ છે સામે ખર્ચ ઘટીને રૂ. ૪૮,૦૦૦ થઈ ગયો છે. જેથી રૂ. ૧,૦૨,૦૦૦ નો નફો મેળવી રહ્યો છું.

શરૂઆતમાં જીવામૃતનો ઉપયોગ ચાલુ કરી ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી હતી અને લીંબુના પાકની વચ્ચે કોથમીર તથા અન્ય કઠોળ પાકનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા છે પરિણામે સિંગલ પાક કરતા આ રીતમા આવક વધારે મળવા લાગી છે હાલમાં જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિનઉપજાઊ બની ગઈ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી છે જમીનમા અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી છે, પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી વીજળી ખર્ચમાં પણ બચત થઇ છે હાલમાં ઉત્પાદન વેચાણ માટે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી જરૂરિયાત મુજબ સીધું ગ્રાહકને વેચાણ કરું છુ. પ્રાકૃતિક ખેતીનો પાક હોવાથી ગ્રાહકો સામેથી આવીને માલ લઈ જાય છે અને વધારાનું ઉત્પાદન ઓપન માર્કેટમા વેચું છુ. 






Latest News