મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી માંગે છે ફાયર સ્ટેશન અને સરકાર આપે છે માત્ર એક વાહન !


SHARE







મોરબી માંગે છે ફાયર સ્ટેશન અને સરકાર આપે છે માત્ર એક વાહન !

મોરબી શહેરમાં વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે ત્યારે અકસ્માતની કોઈપણ ઘટના બને તે સમયે લોકોના જાનમાલની સલામતી માટે મોરબી શહેર અને જીલ્લામાં પૂરતા ફાયરના સાધનો નથી જેથી કરીને છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી મોરબીના સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરીને મોરબીને અતિ આધુનિક ફાયર સ્ટેશન આપવાની માંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને અહીના ઓધ્યોગિક વિકાસને ધ્યાને રાખીને તે ફાયર સ્ટેશન વર્ષો પહેલા સરકારે માંગ્યા વગર જ મોરબીને આપી દેવાની જરૂર હતી જો કે અફસોસની વાતએ છે કે, આજ દિવસ સુધી મોરબીની જરૂરિયાત મુજબનું ફાયર સ્ટેશન આપવામાં આવ્યું નથી ત્યારે મોરબી પાલિકાને ૧.૫ કરોડના ખર્ચે સરકાર દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ વાહન આપવામાં આવ્યું છે જેનું લોકાર્પણ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આગામી દિવસોમાં મોરબી શહેર અને જિલ્લાની જરૂરિયાત મુજબનું અતિ આધુનિક ફાયર સ્ટેશન કયારે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News